IGI Aviation Services Recruitment: IGI એવિએશન સર્વિસીઝ દ્વારા એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ માં વિવિધ પદો પર ભરતી જાહેર

IGI Aviation Services Recruitment: IGI એવિએશન સર્વિસીઝ તરફ થી વિવિધ પદો માટે નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જો તમે નોકરીની શોધમાં છો અથવા સરકારી ક્ષેત્રમાં સ્થિર નોકરી કરવા ઈચ્છો છો તો આ તમારા માટે એક ભવિષ્ય ની એક ઉત્તમ છે. આ ભરતીમાં ઘણી જગ્યાઓ ખાલી છે, જેનાથી યુવાનો માટે નોકરી મેળવવાનો એક સુંદર અવસર ઉભો થયો છે.આ લેખમાં તમને સંપૂર્ણ માહિતી સરળ અને સ્પષ્ટ ભાષામાં મળશે — જેમ કે અરજી કરવાની મહત્વપૂર્ણ તારીખો, કુલ જગ્યાઓની સંખ્યા, જરૂરી લાયકાત, આપવામાં આવતો કુલ પગાર, અરજી માટેની ફી તથા અરજી કરવાની પ્રક્રિયા. વિનંતી છે કે લેખને અંત સુધી ધ્યાનપૂર્વક વાંચશો જેથી કોઈ અગત્યની માહિતી ચૂકી ન જાય અને તમે આ તકનો પૂરતો લાભ લઈ શકો..

IGI Aviation Services Recruitment | IGI એવિએશન સર્વિસીઝ ભરતી

સંસ્થા/વિભાગનું નામIGI એવિએશન સર્વિસીઝ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
અરજી કરવાની તારીખ21 સપ્ટેમ્બર 2025

અગત્યની તારીખો:

IGI એવિએશન સર્વિસીઝ દ્વારા આ ભરતીની જાહેરાત 04 સપ્ટેમ્બર 2025 ના રોજ બહાર પાડવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર 2025 છે, તેથી જો તમે આ સરસ તકનો લાભ લઈ પસંદગી પ્રક્રિયામાં જોડાવા ઈચ્છતા હો, તો સમય બગાડ્યા વગર તમારી અરજી તૈયાર કરીને સમયમર્યાદા પહેલાં જ સબમિટ કરો. યાદ રાખો કે અંતિમ તારીખ પછી મોકલાયેલી કોઈપણ અરજીઓ માન્ય ગણાશે નહીં, તેથી જરૂરી તમામ દસ્તાવેજો અને વિગતો સાથે વહેલી તકે પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે.

અરજી ફી

IGI એવિએશન સર્વિસીઝ ભરતી દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીની સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે,ઉમેદવાર ને અરજી ફી સત્તાવાર વેબસાઈટ દ્વારા ચેક કરી ને ભરવી.

  • ગ્રાઉન્ડ સ્ટાફ માટે : ₹350
  • લોડર માટે : ₹250

પદોના નામ:

IGI એવિએશન સર્વિસીઝ ભરતી માં ગ્રાઉન્ડ સ્ટાફ,લોડર સંબંધિત પદો માટેની ભરતી ની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ પદો માટે જરૂરી લાયકાત, અનુભવ, જવાબદારીઓ અને પગાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સંસ્થા દ્વારા પ્રકાશિત સત્તાવાર જાહેરાતને ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવે છે.

વય મર્યાદા:

આ ભરતી માટે નુન્યતમ ઉંમર 18 થી 40 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2025ના આધાર પર કરવામાં આવશે.

પગારધોરણ:

ઉમેદવાર મિત્રો, IGI એવિએશન સર્વિસીઝ ની ભરતીમાં ઉમેદવાર ને પદો પ્રમાણે પગાર આપવામાં આવશે. પગાર સંબંધી વધુ વિગતો નીચે આપેલ છે.

  • એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ: ₹25,000 થી ₹35,000
  • એરપોર્ટ લોડર: ₹15,000 થી ₹25,000.

પસંદગી પ્રક્રિયા:

IGI એવિએશન સર્વિસીઝ ભરતી ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત અને ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો. વધુ માહિતી નીચે આપેલ છે.

  • લિખિત પરીક્ષા: બધા ઉમેદવારોને પ્રથમ લિખિત પરીક્ષા આપવી પડશે.
  • ઈન્ટરવ્યૂ: ગ્રાઉન્ડ સ્ટાફ પદ માટે લિખિત પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોને કંપનીના રજિસ્ટર્ડ ઓફિસમાં પર્સનલ ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. લોડર પદ માટે ઈન્ટરવ્યૂ નહીં થાય.
  • અંતિમ પસંદગી: ગ્રાઉન્ડ સ્ટાફ માટે, લિખિત પરીક્ષા (70% વજન) અને ઈન્ટરવ્યૂ (30% વજન)ના સંયુક્ત પ્રદર્શનના આધારે પસંદગી થશે.
  • ચારિત્ર્ય ચકાસણી અને મેડિકલ ટેસ્ટની સફળતા પર આધારિત.

લિખિત પરીક્ષાની માહિતી:

  • પરીક્ષા પ્રકાર: 100 ઑબ્જેક્ટિવ-ટાઈપ મલ્ટિપલ ચોઈસ પ્રશ્નો, દરેક 1 માર્કના.
  • સમયગાળો: 90 મિનિટ.
  • વિભાગો અને માર્ક: જનરલ જ્ઞાન (25 પ્રશ્નો).
  • એપ્ટિટ્યુડ અને રીઝનિંગ (25 પ્રશ્નો).
  • ઇંગ્લિશ જ્ઞાન (25 પ્રશ્નો).
  • એવિએશન જ્ઞાન (25 પ્રશ્નો).
  • પરીક્ષા ભાષા: બાઈલિંગ્વલ (ઇંગ્લિશ અને હિન્દી).
  • નેગેટિવ માર્કિંગ: નહીં.
  • પરીક્ષા કેન્દ્ર: ઑનલાઈન અરજી દરમિયાન કેન્દ્ર પસંદ કરવો, જે પછી બદલી શકાશે નહીં.

નોંધ: લોડર પ્રોફાઈલની પરીક્ષામાં ઇંગ્લિશ વિભાગ શામેલ નહીં. ગ્રાઉન્ડ સ્ટાફ માટે 12મી ધોરણ અને લોડર માટે 10મી ધોરણ સુધીનું સ્તર.

શૈક્ષણિક લાયકાત:

IGI એવિએશન સર્વિસીઝ ભરતી માં પદો પ્રમાણે અલગ – અલગ લાયકાત ની જરૂર છે . તેથી અરજી કરતા પેહલા સત્તાવાર જાહેરાત ની માહિતી વાંચો.

  • 12મી પાસ અને તેથી વધુ. 10મી + ITI પાસ ઉમેદવારો પણ લાયક છે.
  • 10મી પાસ.

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો, IGI એવિએશન સર્વિસીઝ દ્વારા કુલ 1446 જગ્યાઓ પર ભરતી ચાલુ છે. જગ્યાઓ સંબંધિત વધુ માહિતી મેળવવા માટે જાહેરાત ધ્યાનથી વાંચવાની ભલામણ કરવામાં આવે છે.

અરજી પ્રક્રિયા:

  • IGI એવિએશન સર્વિસીઝ ભરતી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા વિભાગનીની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “રિક્રુટમેન્ટ”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો તેમજ જો તમારી કેટેગરી અનુસાર અરજી ફીની ચૂકવણી કરવાની થાય છે તો ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરી દો.
  • હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર માહિતી અહીં ક્લિક કરો
kuchipudischool.com પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

Leave a Comment